Breaking
Gujarat Mantrimandal 2023: ગુજરાત મંત્રી મંડળ 2023, મંત્રી મંડળ ગુજરાત, ગુજરાત નવું મંત્રી મંડળ pdf, મંત્રી મંડળ ગુજરાત Gujarat Tabela Loan Yojana 2023: તબેલા લોન યોજના કેવી રીતે મેળવવી, તબેલા બનાવવા માટેની લોન યોજના, પશુપાલન લોન યોજના 2023 ગુજરાત, Tabela Sahay Yojana, જાણો સંપૂર્ણ માહિતી Khalnayak Returns: ૩૩ વર્ષ બાદ સંજુ બાબાનો ફરી ધમાકો, પત્ની માન્યતા માટે ભાવુક થયા સંજય દત્ત Gujarat Pashupalan Yojana 2023: પશુપાલન યોજના ફોર્મ 2023, પશુ ખાણદાણ સહાય યોજના 2023, દેશી ગાય સહાય યોજના, ગાય યોજના ફોર્મ 2023, આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 GPSC Bharti 2023: જીપીએસસી ભરતી, GPSC માં ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી, GPSC ભરતી Gujarat na Jilla 2023 - ગુજરાતના જિલ્લા - ગુજરાતના તાલુકા - ગુજરાતમાં કુલ કેટલા ગામો છે? - ગુજરાતના જીલ્લા PDF, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ,પશ્ચિમ ગુજરાતના જિલ્લા, ગુજરાતના કુલ ગામડા SSC Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 307 જગ્યાઓ પર ભરતી, જુઓ શું છે અરજી પ્રક્રિયા અને અરજીની છેલ્લી તારીખ, SSC JHT Bharti 2023 AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 1025 જગ્યાઓ પર કરવામાં આવી રહી છે ભરતી GCERT 1 to 12 Paathyapustak: ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરો, વેકેશનમાં અભ્યાસ કરવા કામ લાગશે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મીડીયમ ફ્રી પુસ્તક ડાઉનલોડ New BPL list of gujarat announced: BPL નું નવું લિસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારા ગામનું લિસ્ટ

Pump Sahay Yojana in Gujarat: દવા છાંટવાનો બેટરી સંચાલિત પમ્પ પર સબસીડી, દવા છાંટવાનો પંપ, જુઓ કેવી રીતે મળશે લાભ

Pump Sahay Yojana in Gujarat: દવા છાંટવાનો બેટરી સંચાલિત પમ્પ પર સબસીડી, દવા છાંટવાનો પંપ, જુઓ કેવી રીતે મળશે લાભ
Pump Sahay Yojana in Gujarat: કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. આ આર્ટિકલના માધ્યમથી ખેતીવાડીની યોજના વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ” વિશે માહિતી આપીશું. બેટરી પંપ સહાય યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

Ikhedut Portal 2023 |Pump Sahay Yojana in Gujarat | ikhedut Portal Online Application | Battery Operated Spray Pump Sahay Yojana



Short Briefing:- દવા છાંટવાનો બેટરી સંચાલિત પમ્પ પર સબસીડી । 16 લિટર સુધી બેટરી આધારિત પંપ પર 10,000 સુધી સહાય યોજના | Ikhedut Portal 2023 |Pump Sahay Yojana in Gujarat | ikhedut Portal Online Application | Battery Operated Spray Pump Sahay Yojana

Pump Sahay Yojana

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Sahay Yojana” માટે ઓનલાઈન ફોર્મ ભરાય છે. તેનું ફોર્મ કેવી રીતે ભરવું? તેની સંપૂર્ણ માહિતી આજે આ આર્ટિક્લ દ્વારા મેળવીશું.


પંપ સહાય યોજના 

યોજનાનું નામ દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ માટે દવા છંટકાવનો પંપ સબસીડીના આધારે પૂરો પાડવો
લાભાર્થી ગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ 16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8૦૦૦/- ની સહાય
વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/


બેટરી પંપ સહાય યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ બાબતને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના અમલી બનાવેલ છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.


યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump Sahay Yojana મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પંપ સહાય યોજનામાં કેટલી મળશે સહાય?

રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. આ યોજના હેઠળ સબસીડી અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત સબસીડી યોજના મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે. જેમાં મહિલા, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

SMAM Yojana

  • 8 થી 12 લિટર કેપીસીટીવાળા પાવર સંચાલિત નેપસેક પમ્પ અને પાવર સંચાલિત તાઇવાન પમ્પ જાતિવાર સહાય નક્કી થયેલી છે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, મહિલા, નાના, સીમાંત ખેડૂતોને  રૂ. 3100/- સુધી સહાય મળશે. તથા અન્ય લાભાર્થીઓને રૂ.2500/- સહાય મળશે.
  • 12 થી 16 લિટર કેપીસીટીવાળા પમ્પમાં એસ.સી/એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 3800/- સુધી સહાય મળશે અને અન્ય લાભાર્થીઓને રૂ.3000/- સુધી સહાય મળશે.
  • 16 થી વધુ લિટર કેપેસીટી Power Spray Pump અને Power Tiava Sprayer Pump અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના ખેડૂતો, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10000/- અને, અન્ય લાભાર્થીઓને રૂ.8000/- ની સહાય મળશે.

NFSM ઘઉં ચોખા અને કઠોળ યોજના - NFSM WHEAT, RICE &  PULSES Scheme

  • આ સ્કીમ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ, ચોખા અને કઠોળ પાકો માટે લાભ આપવામાં આવે છે.
  • 8 થી 12 લિટર કેપીસીટીવાળા power nepsek sprayer જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.2500/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.આ યોજનાનો લાભ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે. આ સ્કીમમાં SC/ST, નાના, સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થીઓ માટે કિંમતના 50 % અથવા રૂ. 3100/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. જે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે.
  • 12 લીટર થી 16 લીટર કેપિસીટીના power spray pump માટે જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.3000/- બેમાંથી જે ઓછું હોય તે હોય તે લાભ મળશે. અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે. SC/ST, નાના, સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ. 3800/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને ખેડૂતના ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે.
  • 12 લીટર થી 16 લીટર કેપિસીટીના પંપ પર જનરલ ખેડૂતો માટે કિંમતના 40 % અથવા રૂ.8000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે. SC/ST, નાના, સિમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50 % અથવા રૂ.10000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.

બેટરી પંપ સહાય યોજનામાં અન્ય સ્કીમના લાભો

AGR-2 પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
RKVY- Control of PBW, WG & FAW 50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે.
AGR-14 પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.
AGR-3 ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
AGR-4 આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.


ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? ikhedut portal દ્વારા ખેડૂત યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવામાં આવે છે. દવા છંટકાવના પંપ માટેની યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • જમીનની નકલ 7-12
  • અરજદારનું રેશનકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • બેંક ખાતાની પાસબુક

બેટરી પંપ સહાય યોજનામાં કેવી રીતે અરજી કરવી?

ખેડૂતોને દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાભાર્થી ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • અરજદારે સૌપ્રથમ ‘Google” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ પાક સંરક્ષણ ના ઘટકો તેના પર ક્લિક કરો.
  • જેમાં ક્રમ નંબર-1 પર “પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત” માં  પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીતની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો Aadhar Card  અને Mobile Number નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વની તારીખો 

Battery Operated Spray Pump Subsidy Scheme 2023 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. ખેડૂતો દ્વારા તા: 07/08/2023 થી 06/09/2023 સુધી  સુધી Online Application કરી શકશે.



GujaratSaarthi

GujaratSaarthi

Reporting for Gujarat Saarthi. Focused on bringing verified and impactful stories directly to our readers with journalism of integrity.

play_circle Video News

Video
play_arrow

Exclusive: Inside Bhavnagar's New Heritage Museum

Video
play_arrow

The Future of Bhavnagar: Smart Traffic Management

Video
play_arrow

Highlights: Saurashtra Cultural Fest 2024